અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હરિ! આવો ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 24: Line 24:
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)}}
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f0/Hari_Aavone-Amar_Bhatt.mp3

ન્હાનાલાલ દ. કવિ • હરિ! આવો ને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Revision as of 20:31, 20 August 2021

હરિ! આવો ને

ન્હાનાલાલ દ. કવિ

આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ આવો ને.
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચન્દરવો કરે ચન્દની, હરિ! આવો ને!
વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો હરિ! આવો ને!
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને!

આ જળમાં ઊઘડે પોયણાં, હવે તો હરિ! આવો ને!
એવા હૈયાના ઊઘડે ભાવ; હવે તો હરિ! આવો ને!
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ માવ! હવે તો હરિ! આવો ને.

આ ચન્દની ભરી છે તળાવડી, હરિ! આવો ને!
ફૂલડિયે બાંધી છે પાજ; હવે તો હરિ આવો ને!
આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવો ને.

મારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.
મારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મારા આતમ સરોવરઘાટ, હવે તો હરિ! આવો ને.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)

ન્હાનાલાલ દ. કવિ • હરિ! આવો ને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ઐશ્વર્યા મજમુદાર