અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હરિનાં દર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 24: Line 24:
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)}}
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/04/Harina_Darshan.mp3

ન્હાનાલાલ દ. કવિ • હરિનાં દર્શન • સ્વરનિયોજન: પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે

Revision as of 20:49, 20 August 2021

હરિનાં દર્શન

ન્હાનાલાલ દ. કવિ

મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું, ન ઠરિયાં ઝાંખી કરી.

શોક-મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યાં.

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની.

સ્વામી સાગર સરીખા રે; નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.

પેલાં દિવ્સ લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ! ક્યારે ઊતરશે?

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)

ન્હાનાલાલ દ. કવિ • હરિનાં દર્શન • સ્વરનિયોજન: પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે