અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/આતમરામને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 27: Line 27:
{{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}}
{{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c3/Aatamraamne-Amar_Bhatt.mp3
}}
રામનારાયણ વિ. પાઠક `શેષ' • આતમરામને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ

Revision as of 12:56, 21 August 2021

આતમરામને

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

(ભજનના ઢાળે)


         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!
આ તે આવે છે તૂફાન!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન
         મારાં સૂનાં છે સુકાન!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
         મારા મૂળગાય દામ!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારો તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
         મારો ફેરો આ નકામ!
         જાગોજી જાગોજી મારા આતમરામ!
                  વ્હાલા આતમરામ!

(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)



રામનારાયણ વિ. પાઠક `શેષ' • આતમરામને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ