અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-ક્રિયાવિશિષ્ટ-કાવ્યકૃ/| આસ્વાદ: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ] | |||
<br> |
Revision as of 21:53, 4 September 2021
ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)