કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન|જયન્ત પાઠક/}} <poem> ધીમે ધીમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૦૨)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૦૨)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ |૩૦. થોડું થોડું યાદ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૨. ગજેન્દ્રમોક્ષ |૩૨. ગજેન્દ્રમોક્ષ ]] | |||
}} |
Latest revision as of 12:09, 6 September 2021
૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન
જયન્ત પાઠક/
ધીમે ધીમે ટપક ટપકે પાણિયારે મટુકી
વાડે ઠીબે વિહગ ભરતાં ચાંચ તે ઝૂકી ઝૂકી
શેકાતા લૈ પગ તરુ ઊભાં છાંયડે જેમ તેમ
ઊભી ઊભી કળી બળી જતી તાપમાં બેરહેમ;
તાણી લેશે જરી જરી કરી ચીર આખ્ખુંય વાયુ
એવા વ્હેમે અહીં તહીં છુપાતી નદી પથ્થરોમાં
છાની ચાલે અટકતી ધરે કે ઊંડે ગહ્વરોમાં
કાપી પાંખે વિકલ તફડે જીવનો આ જટાયુ;
માથે આખું નભ સળગતું રાખ ચોમેર ઊડે
ધીમે નીચે ધરતી ફરતી શોષ લૈ કંઠ ઊંડે
સુક્કી ડાળો દવ અથડઈ ચાંપતી ડુંગરામાં
ખુલ્લી ચાંચે મૂક વિહગ બે, ડાળીએ સામસામાં!
ઝોકું આવી જતું જરી — દિવાસ્વપ્નઃ હું સાંઢણીની
પીઠે ઊડું, ટણટણ બજે ટોકરી તારકોની!
૧-૫-’૮૧
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૦૨)