અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક ઝાડ: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}} | {{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)}} | |||
</poem> | </poem> | ||
<br> | <br> |
Revision as of 15:36, 6 September 2021
એક ઝાડ
ઉમાશંકર જોશી
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.
અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...
શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)