કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૪. તડકાને મેળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 57: Line 57:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘વસંત-તડકા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૪૧૬-૪૧૭)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘વસંત-તડકા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૪૧૬-૪૧૭)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૩. હવે આવો|૩૩. હવે આવો]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૫. સુક્કી હવામાં|૩૫. સુક્કી હવામાં]]
}}

Latest revision as of 08:35, 7 September 2021

૩૪. તડકાને મેળે

ઉશનસ્

(એક એક્સ્ટસી)
શેડકઢા આ તડકાઓમાં
તાજી તાજી ટેકરીઓની
પોચી પોચી ટોચો કેરી
કળીઓ કળીઓ ઊઘડી ગઈ છે
શુભ્ર ફૂલોની ઝાળઝાળના
ભડકાઓમાં.

ટેકરીઓની ચટ્ટાનો પર
ખીણઊભર્યાં મેદાનો પર.
તડકાના કણ મોંમાં લૈને
ઝણઝણ ઝણઝણ
ખદબદતું કીડિયારું!
તડકે તડકે પગદંડીઓ
ટેકરી ઉપર ચડે;
હર ખેતરથી કેડી કેરી
ખળખળ ખળખળ આવી મળતી
તડકાના મેદાનતળાવે!

ટેકરીટોચે છેક
એક છે તડકા કેરી દેરી;
દેરી ઉપર ફરફર ફરફર
ધજા મહીં ફરકે છે ધોળો
ધોળો ધોળો તડકો.
તડકિત પવનો વાય,
તડકિત ડોલે હર વસ્તુની છાંય.
આંખો તડકિત!
પંખી કેરી પાંખો તડકિત!
ફૂલો તડકા! તડકાનું ફૂલ!
ગીતોના શબ્દો છે તડકિત!
તડકિત છંદોલયની ઝૂલ!
મેદાને મળિયો છે ઘેરો
તડકા કેરા કણ કણ કેરો
તગતગ મેળો!

એક ખાનગી વાતઃ
(હું પણ ભેળો)
પુલકિત તડકો, તડકિત પુલકો!
આભ લગી આભાની ઝલકો!
આભલું તડકો! ધરતી તડકો!
જોનારાની આંખો તડકો,
જોવાની વસ્તુ તે — તડકો!
ચ્હેરો સૂરજ, ચ્હેરો તડકો!
સૂરજ-તડકો-ચ્હેરો — એકાકાર,
તડકાના મેળામાં મેં તો ખોયો મુજ આકાર,
ખોઈ નાખ્યો રે મેં તો મારો
અળગો નોખો રૂપરેખનો ચ્હેરો!

ચ્હેરો જે મેં
અંધારામાં, બનીઠનીને,
રૂડું રૂપાળું નામ દઈને
પહેર્યો.—
શેડકઢા આ તાજા તાજા તડકાઓમાં.

(સમસ્ત કવિતા, ‘વસંત-તડકા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૪૧૬-૪૧૭)