ઉપજાતિ/શણગાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શણગાર| સુરેશ જોષી}} <poem> સન્ધ્યા સજે છે શણગાર પશ્ચિમે: ભાલે ઝ...")
 
No edit summary
 
Line 23: Line 23:
ક્યારે કરે આખરી કોઈ શિક્ષા!
ક્યારે કરે આખરી કોઈ શિક્ષા!
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/એક રાહ|એક રાહ]]
|next = [[ઉપજાતિ/અજન્તા-ઇલોરા|અજન્તા-ઇલોરા]]
}}

Latest revision as of 09:09, 16 September 2021


શણગાર

સુરેશ જોષી

સન્ધ્યા સજે છે શણગાર પશ્ચિમે:
ભાલે ઝગે ટીલડી શુક્ર કેરી,
વર્ણચ્છટાની ધરી કંચુકી ને
નીલામ્બરી ઓઢણી હાથ લીધી
તારા ખચી, નૂપુર પાયમાં સજ્યાં
સમુદ્રની આ ઉછળંત છોળનાં;
નેત્રોત્સવા એ નભને ગવાક્ષે
શશી તણા ઉદયને પ્રતીક્ષે.

ને આ ય ઊભી શણગાર હ્યાં સજે:
ઘરાકના મુખની લાળ પાનની
એને પગે શો અળતો લગાડતી!
ને રોગનો આ વ્રણ ગુપ્ત શો બન્યો
મોઘો અલંકાર શરીર એને.
એમાં વળી રત્નસમા ઝગી રહ્યા
કીડા બધા પુષ્ટ પરૂ થકી થયા!
એ પિંજરે કેદ કરે પ્રતીક્ષા
ક્યારે કરે આખરી કોઈ શિક્ષા!