ઉપજાતિ/આજે નથી તું –: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજે નથી તું –| સુરેશ જોષી}} <poem> આજે નથી તું અહીં તે જ સારું, જો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
જો હોત તો શું થયું હોત તારું? | જો હોત તો શું થયું હોત તારું? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[ઉપજાતિ/ઋતુસંહાર|ઋતુસંહાર]] | |||
|next = [[ઉપજાતિ/લટાર|લટાર]] | |||
}} |
Latest revision as of 09:15, 16 September 2021
આજે નથી તું –
સુરેશ જોષી
આજે નથી તું અહીં તે જ સારું,
જો હોત તો શું થયું હોત તારું?
ઢાળ્યું નભે મસ્તક પૃથ્વીને ખભે,
નક્ષત્ર સૌ વિહ્વળ મીટ માંડે;
રે ભેટવાને ધસતા નદી તટો,
પાંખો પસારી ઊડતા શું પર્વતો!
વૃક્ષો તણી આ સહુ મત્ત ડાળીઓ
નાચી રહી છે ગુંથી આંગળીઓ;
આલંગિતાં આજ પ્રકાશછાયા,
પ્રભાવ વિસ્તારતી આ શી માયા!
શી થાત આજે તુજ ગર્વની દશા?
આવી પડી હોત ન બાહુપાશમાં?
તેથી કહું: તું નથી તે જ સારું,
જો હોત તો શું થયું હોત તારું?