પરકીયા/રાક્ષસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રાક્ષસી| સુરેશ જોષી}} <poem> પ્રાચીન એ યુગે જ્યારે પ્રકૃતિ પ્ર...")
 
No edit summary
 
Line 22: Line 22:
લેટ્યું હોય વિશ્રમ્ભે કો ગ્રામ જેમ ગિરિતળેટીએ.
લેટ્યું હોય વિશ્રમ્ભે કો ગ્રામ જેમ ગિરિતળેટીએ.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/એકોક્તિ|એકોક્તિ]]
|next = [[પરકીયા/સુન્દરતા સ્તવન|સુન્દરતા સ્તવન]]
}}

Latest revision as of 05:08, 17 September 2021


રાક્ષસી

સુરેશ જોષી

પ્રાચીન એ યુગે જ્યારે પ્રકૃતિ પ્રમત્તરતિ
પ્રતિદિન જન્મ દેતી અસુર વિરાટકાય સન્તતિ,
દાનવતરુણી સંગે કર્યો હોત ત્યારે સહવાસ,
કામુક બિડાલ સમ બેઠો હોત રાણીનાં ચરણ પાસ.

મુગ્ધ થઈ જોઈ હોત કાયા સાથે વાસનાને થતી કુસુમિત,
ભીષણ ક્રીડાએ સ્વૈર જોયાં હોત ગાત્ર પ્રસારિત;
રાચ્યો હોત સુખદ હું તર્કે જોઈ સજલ બે નયનો આવિલ:
છુપાવીને પોષી છે કરુણ જ્વાલા હૃદયે ધૂમિલ?

અલસ પ્રમત્ત બની કર્યું હોત અંગાંગે ભ્રમણ,
વિરાટ જાનુતણા એ શિખરે મેં કર્યું હોત આરોહણ;
રોગિષ્ઠ સૂરજ એને પીડે જ્યારે નિદાઘને દિને
આલુલાયિત એ પોઢે શ્રાન્ત કો વિસ્તીર્ણ પ્રાન્તે;

હું ય લેટી ગયો હોત નિરાંતે એ ઉત્તુંગ સ્તનની છાંયે
લેટ્યું હોય વિશ્રમ્ભે કો ગ્રામ જેમ ગિરિતળેટીએ.