કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૬. તું જતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. તું જતાં| બાલમુકુન્દ દવે}} <poem> (સદ્ગત પત્નીને) પ્રજળી કજળ...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૩)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૫. શ્રાવણ નીતર્યો
|next = ૨૭. દાદીમાનો ઓરડો
}}

Latest revision as of 07:53, 18 September 2021


૨૬. તું જતાં

બાલમુકુન્દ દવે

(સદ્ગત પત્નીને)
પ્રજળી કજળી ગઈ ચિતા,
ઉર બીજી સળગી સદાયની!
જલશે જીવતાં લગીય રે
સપનોનું સમશાન જિંદગી!
દિન સૌ ભડકા છ આગના!
રજની સૌ ઢગલા છ ખાખના!
વિધિના વસમા છ વાયરા!
પ્રિય! આશાઅવસાન જિંદગી!

પગમાં નવ હો ઉપાન, ને
ધખતી હોય ધરા જ ધોમથી,
જલ હોય ન જોજનો લગી,
ઊડતી હોય જ આગ કંઠથી; —

તનને મનને તપાવતો
ત્યમ હું એકલ જાઉં રે ધપ્યો!
ભવનો પથ આ પ્રલંબ રે
અણખૂટ્યો, પણ ખેડવો રહ્યો!

કરચો સહુ એકઠી કરી,
સપનોની ગઠડી શિરે ધરી,
કદમે કદમે તને સ્મરી,
કરતો કૂચ મુકામની ભણી!

૯-૧૦-’૪૭
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૯૩)