કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૦. ધૂળિયો જોગી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ધૂળિયો જોગી|બાલમુકુન્દ દવે}} <poem> એક ધૂળિયો જોગી રમે :: રમે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૧૩-૧૧૪)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૧૩-૧૧૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. હરિનો હંસલો | |||
|next = ૩૧. કે દી એ વા’ણલાં વાશે? | |||
}} |
Latest revision as of 08:51, 18 September 2021
બાલમુકુન્દ દવે
એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
આભમંડલમાં ઊડે ઓડિયાં
પગ ધરતી પર ભમે,
અંગન અંગન અલખ જગાવે
કાયા કષ્ટે દમેઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
આંખ જોગીની અલખ વાંચતી
વાણી વેદ ઓચરે,
એની ધૂણીના શીળા ધખારા
પ્રેમલ તણખા ઝરેઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
કંઠી બાંધી સોઈ નર જીત્યા
નૂગરા હારે બાજી,
ભવનું ભાથું બાંધ લિયો ભાઈ
છોડ દિયો પતરાજીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
ભૂમિ, દોલત, માલ, ખજાના
સંગ ચલે ના કોડી,
મૂઠી, ટોપલે, ખોળે, ખોબલે
દૈ દેજો ભાઈ દોડીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
જે દેશો તે થશે સવાયું
કીમિયાગર ભિખારી,
ઓળખી લેજો આયો સદાશિવ
ગોકુલમાં અલગારીઃ
હે જી એક ધૂળિયો જોગી રમે
રમે એક ધૂળિયો જોગી રમે.
૨૪-૯-’૫૩
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૧૩-૧૧૪)