કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૬. કનકકોડિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. કનકકોડિયું|બાલમુકુન્દ દવે}} <poem> સાવ રે સોનાનું એક કોડિય...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૫૯)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૫૯)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૫. હજી છે આશ સૃષ્ટિની
|next = ૪૭. ઇજન
}}

Latest revision as of 09:08, 18 September 2021


૪૬. કનકકોડિયું

બાલમુકુન્દ દવે

સાવ રે સોનાનું એક કોડિયું
ને માંય ટમટમ જલતી વાટઃ
કોણે રે સિંચન કીધાં સ્નેહનાં?
ને કોણે અદ્ભુત ઘડિયા ઘાટ?
કનક કેરું કોડિયું રે!

એવા રે વીંઝાતા વેરી વાયરા
કે જાણે હમણાં હોલાશે ખદ્યોત!
કોણે રે પાલવ કેરી આડમાં —
હો એની જાળવી અખંડિત જ્યોત?
કનક કેરું કોડિયું રે!

અદકેરી ઊંચી એક હાટડી
ને એથી અદકેરો કસબી સોનાર!
ઘાટ રે ઘડંતો ભાતભાતના
હો નથવેસર ને નવસર હાર!
કનક કેરું કોડિયું રે!

વીરા રે સોનારે ઘડ્યું કોડિયું
ને એનાં મંદ મંદ મલક્યાં ઓજાર!
અદકેરી ઓપી એની હાટડી
હો જે દી ઘડી એણે સ્નેહસિંચી નાર!
કનક કેરું કોડિયું રે!

૨૯-૯-’૫૮
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૫૯)