કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૦. પાનખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. પાનખર|નલિન રાવળ}} <poem> મનમાં ડૂમો ગળે ખાંસતું ઘરડું ઊભું...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૮)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૯. કાલ લગી અને આજ|૯.કાલ લગી અને આજ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ|૧૧. કવિનું મૃત્યુ]]
}}

Latest revision as of 09:37, 18 September 2021


૧૦. પાનખર

નલિન રાવળ

મનમાં ડૂમો
ગળે ખાંસતું
ઘરડું ઊભું ઝાડ જુએઃ
સૂકા ખડકો
ફિક્કા પવનો
સઘળે લટકે મેલી ક્ષિતિજો
પ્હાણ ભમે
ખગ-બોલ ભૂંસ્યા નભરાનમહીં
બસ
પ્હાણ ભમે,
બળતાં દૃગ લૂછી ઝાડ જુએ.
પડી વિખૂટાં
ડાળ થકી ખરતાં પીળાં સૌ પાન રુએ.
(અવકાશપંખી, પૃ. ૧૮)