કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૩. વાર વાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. વાર વાર|નલિન રાવળ}} <poem> વાર વાર સંધ્યાકાશે પલકે બે કોની ઋ...")
 
No edit summary
Line 19: Line 19:
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૨)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૨. ગાન|૧૨. ગાન]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ|૧૪. કવિનો હાથ]]
}}

Revision as of 09:40, 18 September 2021


૧૩. વાર વાર

નલિન રાવળ

વાર વાર
સંધ્યાકાશે પલકે બે કોની ઋજુ પાંપણનો પલકાર?
વાર વાર
કોના તારે જાગી ઊઠે સ્મરણના ધબકાર?
વાર વાર
વહી રહ્યા વાયુ મહીં કોનો મૃદુ સ્પર્શ લહું પારાવાર?
વાર વાર
ખીલી રહ્યા કમલના ફૂલ મહીં
કોના મધુમુખનો તે આવી રહ્યો અણસાર?
વાર વાર
કોના તે આ પદધ્વનિ મહીં ધીરે સુણી રહું
લયાન્વિત કવિતાનો ભણકાર?
વાર વાર?
(અવકાશપંખી, પૃ. ૨૨)