કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૬. કવિને પ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. કવિને પ્રશ્ન|નલિન રાવળ}} <poem> તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક...")
 
No edit summary
Line 21: Line 21:
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૩)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો|૧૫. એક પડછાયો]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૭. એકાંત|૧૭. એકાંત]]
}}

Revision as of 09:43, 18 September 2021


૧૬. કવિને પ્રશ્ન

નલિન રાવળ

તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક્યાં જાય છે?
શ્રોતા?
કબરમાં ક્યાંક મૂકી કાન આવેલા.
નગરના એક સાંસ્કૃતિક કલાકેન્દ્રે (ઉકરડે)
આ હવે
સૌ વસ્ત્ર કાઢી તાળીઓ પાડે – કૂદે – નાચે
નવસ્રા નાચતા આ કવિની સાથ
જે વાંચી રહ્યો છે કાવ્ય
સડતા શબ્દની ચિરૂટ સળગાવી
કવિને પ્રશ્ન
જો પુછાય તો
પૂછું
તું કેમ?
આ ભાષા કુંવારી સાથ
વ્યંઢળ જેમ નિર્લજ્જ ક્યારનો વર્તી રહ્યો છે.
(અવકાશપંખી, પૃ. ૩૩)