કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૫. બે’ની જાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. બે’ની જાગ|નલિન રાવળ}} <poem> ::::::::::::::::રાનમાં પોઢેલ પેલા ચાંદા...")
 
No edit summary
Line 18: Line 18:
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૭૪)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૭૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૪. કોઈ ક્યાંક ઊભું છે|૩૪. કોઈ ક્યાંક ઊભું છે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૬. અહીં જ ક્યાંક|૩૬. અહીં જ ક્યાંક]]
}}

Revision as of 10:04, 18 September 2021


૩૫. બે’ની જાગ

નલિન રાવળ

રાનમાં પોઢેલ પેલા ચાંદાને ચૂમી
ઘમઘમતી રાત સરી
રણઝણતા રૂપેરી શમણાની સાથ
લીલેરા ઘાસ સાથે ઝૂલંતી ઝાકળની ભાત
અહીં ખેલંતા મોરલાની ગ્હેકમાં ફેલાતું આભ
બે’ની જાગ
તારાં રૂપાળાં પોપચાં ઉઘાડ;
તારે પાંપણ પથરાઈ સોનલ કિરણોની ઝાંય
તને જોઈ જોઈ જોઈ હરખાય
હળુ વ્હેતા સમીરમાં પીળું પતંગિયું ગાય
બે’ની જાગ
તારી મીઠેરી આંખોમાં મઘમઘતી ઊઘડે સવાર.
(અવકાશપંખી, પૃ. ૧૭૪)