કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૬. કોણ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. કોણ?| સુન્દરમ્}} <poem> પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિર...")
 
No edit summary
 
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right|(વસુધા, પૃ. ૧૫)}}
{{Right|(વસુધા, પૃ. ૧૫)}}
{{HeaderNav2
|previous = ૧૫. ગઠરિયાં
|next = ૧૭. કડી
}}

Latest revision as of 11:17, 18 September 2021

૧૬. કોણ?

સુન્દરમ્

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ?

૩ સપ્ટેમ્બર, ૧૯૩૫

(વસુધા, પૃ. ૧૫)