અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/પાનબાઈ!: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
જન્મારે ક્યાંય નથી જુદાઈ, પાનબાઈ! | જન્મારે ક્યાંય નથી જુદાઈ, પાનબાઈ! | ||
{{Right| | {{Right|(જળ પર લકીર)}} | ||
</poem> | </poem> |
Revision as of 20:26, 20 September 2021
પાનબાઈ
સુધીર પટેલ
જેમ જેમ ઊતરે છે ગહેરાઈ, પાનબાઈ!
એમ એમ પામે છે ઊંચાઈ, પાનબાઈ!
દીપ નથી તોય થઈ ગયું બધે અજવાળું,
ફૂલ વગર ફોરમ પણ ફેલાઈ, પાનબાઈ!
આમ જુઓ તો ટૂકડે ટૂકડા છે જગ આખું,
ને આમ સકળ દીસે અખિલાઈ, પાનબાઈ!
એ જ ક્ષણે જાત બચાવી લેવાની હોય–
જે ક્ષણ હોય કરમની કઠણાઈ, પાનબાઈ!
આઠે પહોર હવે મિલનની વેળા ‘સુધીર’,
જન્મારે ક્યાંય નથી જુદાઈ, પાનબાઈ!
(જળ પર લકીર)