કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩. સોનલદેને લખીએ રે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. સોનલદેને લખીએ રે|રમેશ પારેખ}} <poem> લાવો, લાવો, કાગળિયો ને દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૬)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં | |||
|next = ૪. હવે આંખોનું નામ નહીં આંખો | |||
}} |
Latest revision as of 09:16, 21 September 2021
૩. સોનલદેને લખીએ રે
રમેશ પારેખ
લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે
સોનલ, અમે રે પંચાલની ભોમ રઝળતો તડકો રે
કાંઈ ઉનાળુ રણની મોઝાર ઘેંજળનો ઉફડકો રે
આવાં બળબળ અમરત આણ દઈ તમે પાયાં રે
માથે ચૈતરનું અંકાશ ને પવનના છાંયા રે
કાનસૂરિયું લટકતી ભેંકાર કે ઘરને ફળિયે રે
ઝીણે થડકે અમારી કોર્યમોર્ય અમે ટોળે વળીએ રે
વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે
કેમ ભભકતા લાલ હિંગળોકના થાપા લૂછીએ રે
પાદર લગમાં તો પગલાંની ધૂળ કે રાફડાઉં બાંધે રે
સોનલ, સોનલ, આ કામરુનો દેશ રે નજરુંને આંધે રે
૨૦-૯-’૬૮/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૫૬)