કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૯. શું બોલીએ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. શું બોલીએ?|રમેશ પારેખ}} <poem> ::::શબ્દની બેડી પડી છે જીભમાં, શ...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૮. નદીએ હબસણ ન્હાય
|next = ૫૦. વ્હાલબાવરીનું ગીત
}}

Latest revision as of 07:31, 22 September 2021


૪૯. શું બોલીએ?

રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુબહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ?

ત્રાજવે તોળ્યા તો એ નખશિખ હલકા નીકળ્યા
શખ્શ – જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ?

બોબડી સંવેદના ઊકલી નહીં છેવટ સુધી
એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે, રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

૧૪-૮-’૮૭/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૫૩૫-૫૩૬)