કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૫૦. વ્હાલબાવરીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. વ્હાલબાવરીનું ગીત|રમેશ પારેખ}} <poem> સાંવરિયો રે મારો સાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૬૦૩-૬૦૪)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૬૦૩-૬૦૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૯. શું બોલીએ? | |||
|next = ૫૧. ભગવાનનો ભાગ | |||
}} |
Latest revision as of 07:32, 22 September 2021
૫૦. વ્હાલબાવરીનું ગીત
રમેશ પારેખ
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો!
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો.
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણે કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરિયો!
૭-૨-’૭૮
(છ અક્ષરનું નામ, પૃ. ૬૦૩-૬૦૪)