કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૮. ચૂંદડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. ચૂંદડી|ઝવેરચંદ મેઘાણી}} <poem> [‘ધૂંબડી સૈયરમાં રમે’ — એ ઢાળ]...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૭. તલવારનો વારસદાર | |||
|next = ૯. હાલો ગલૂડાં રમાડવા જી રે | |||
}} |
Latest revision as of 07:59, 22 September 2021
૮. ચૂંદડી
ઝવેરચંદ મેઘાણી
[‘ધૂંબડી સૈયરમાં રમે’ — એ ઢાળ]
ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું. – ચૂંદડીo
ચૂંદડી ચાર રંગમાં બોળી!
લાલ પીળા પરભાતમાં બોળી
ચાંદલી પૂનમ રાતમાં બોળી
વીજળી કેરા હોજમાં બોળી
મેઘ-ધનુના ધોધમાં બોળી. – ચૂંદડીo
ચૂંદડી ચાર ચોકમાં ઓઢું
માનસરોવર ઝીલતી ઓઢું
આભની વેલ્યે વીણતી ઓઢું
ડુંગર ડુંગર દોડતી ઓઢું
વાયરા ઉપર પોઢતી ઓઢું. – ચૂંદડીo
ચૂંદડી ચાર છેડલે ફાટી
રાસડા લેતાં
તાળીઓ દેતાં
સાગરે ના’તાં નીરમાં ફાટી. – ચૂંદડીo
૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૩૨-૨૩૩)