કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૩. આષાઢી સાંજ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. આષાઢી સાંજ|ઝવેરચંદ મેઘાણી}} <poem> [‘અંધારી રાતના ડુંગર ડો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૧૯૩)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૧૯૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૧૨. શિવાજીનું હાલરડું | |||
|next = ૧૪. કસુંબીનો રંગ | |||
}} |
Latest revision as of 08:05, 22 September 2021
૧૩. આષાઢી સાંજ
ઝવેરચંદ મેઘાણી
[‘અંધારી રાતના ડુંગર ડોલે’ — એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ]
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે! – આષાઢીo
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. – આષાઢીo
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે. – આષાઢીo
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. – આષાઢીo
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. – આષાઢીo
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે!
૧૯૨૯
(સોના-નાવડી, પૃ. ૧૯૩)