ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/તીતીઘોડો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 128: Line 128:
ત્યાં ક્યાંક ઘુવડ બોલ્યો. ‘ઘૂઉઉરક ઘેરો ઘૂઉક.’ દેવાયતે એનો અર્થ હંસલી મેરી પત્ની હૈ…’ તારવે એ પહેલાં પેલો ભસ્મ ચોળ્યો. સગરામ લાજશરમ વિના તિથિને વળગી પડ્યો, વળી ઉપાડીને રમાડી લીધી હતી. એણેય કેવા હાથ એના ગળે ભરાવી દીધેલા, જાણે સગરામની જ રાતરાણી! એને લઈને એ મંદિર પૂંઠળ કેવો દોડ્યો હતો? તિથિના બે પગ અંધારામાં જ થનગનાટવાળા જોયા, પછી દેવાયતે એકદમ આંખો મીંચી દીધી. ઘડીક પછી ઉઘાડી તો દેવળ અને આગળનું આંગણું સૂમસામ. પેલો ગર્ભદીવડો પણ ઓલવાઈ ગયો હતો. બધે અંધાર… અંધાર… આખા કામનાથને પકડી એ છેક ઊંચે ચઢી ચકરાવો લઈને, છવાતો રહ્યો એવું લાગ્યું, છતાંયે તિથિને મળવા અધીરો. સગરામથી તેને બચાવવા એ વરંડો ચઢી કૂદીને પેલી પા જવા, પણ એય ઊંચો ઊંચો અડીખમ ભૈરવ. પછી દરવાજાને હચમચાવવા માંડ્યો. અંધાર પીધેલાં કમાડ પણ મક્કમ. ડોકાબારીને બે-ચાર પાટા ઝીંકી દીધાં, થયું, આ મંદિર ના હોય! છતાં અંદર જવા દરવાજાને બળપૂર્વક છાતી ઠોકી, તો તમ્મર ચડ્યા, ને સાથે લાવેલી તિથિના નવા પહેરવેશ માટેની પેલી થેલીમાંથી કોરાંકટ સાડી-ચણિયા-ચોળી સરકીને જમીન ઉપર પછડાયાં. હાથમાં ખાલી પ્લાસ્ટિક રહી જવા પામ્યું. એ બેશુદ્ધ શો ભોંય, પેલા પહેરવેશ પર ઢળી પડ્યો. ખાલી ખાલી મોઢું ઘસતો રહ્યો, પછી થયું દશ વરસ પહેલાં દેખેલી તિથિ અને આજ કામનાથમાં જોયેલી તિથિમાં ઘણો ફેરફાર… પ્રશ્ન થયો, હવે મારે તિથિ જોડે શી લેવાદેવા..? છતાંયે અંધારામાં પેલો પહેરવેશ વ્હાલો લાગ્યો. એના પર પડ્યો રહ્યો. માંડ માંડ બેઠા થતાં થતાં આઠે અંગો છૂટાં પડી ગયાં હોય એવું ભાસ્યું. એ પરાણે બેઠો તો થયો. સામે એકલી મધ્યરાત્રિ વ્યાપી હતી. ક્યાં જાઉં એની ગતાગમ ન રહી. ઊંચે, ઘણે ઊંચે દૂર દૃષ્ટિ ફેંકી તો આકાશમાં કરેણનાં પીળાં ફૂલની જેમ પુષ્યનક્ષત્ર એકલું એકલું ઝગમગી રહ્યું હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/બાપાનો છેલ્લો કાગળ|બાપાનો છેલ્લો કાગળ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/પી.ટી.સી. થયેલી વહુ|પી.ટી.સી. થયેલી વહુ]]
}}
18,450

edits