અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/સ્વપ્નમાં પિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વપ્નમાં પિતા|ગુલામમોહમ્મદ શેખ}} <poem> બાપુ, ગઈ કાલે તમે ફરી...")

No edit summary
Line 29: Line 29:
ખાટલા નીચે ખરી પડ્યું છે.
ખાટલા નીચે ખરી પડ્યું છે.
</poem>
</poem>

આસ્વાદ: ગુલામમોહમ્મદ શેખનું પ્રભાવક પિતૃ–સ્વપ્ન સ્તવન… – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}}
બાપુ, દાદા, ભાઈઓ, મા સરીખાં પારિવારિક પાત્રોને દૂ…૨ વિદેશ ભોમકામાં સ્વપ્નના કૅનવાસ પર શબ્દ રેખાંકિત કરતી આ કૃતિ અસામાન્ય છે, રે’અર છે. ગદ્યનો, અછાંદસનો મિજાજ આત્મલક્ષી લયમાં અનુસ્યૂત થયેલો અનુભવાયો, અહીં.
કાવ્યનાયક ઘેર નથી, હજારો જોજન દૂર અજાણી ભૂમિમાં છેક બાલ્ટિકના કિનારે સૂતો છે ત્યાં ‘સ્વપ્નમાં પિતા’ને ફરી વાર ખાટલે આવી ઊભેલા સં–ભાળે છે.
કાવ્યારમ્ભે જ રજૂ થયેલું દૃશ્ય સ્વપ્નવિસ્મયથી અથવા વિસ્મયસ્વપ્નથી પરિપ્લાવિત છે.
પિતાનું ઓચિંતું આગમન શુચિર્ભૂત (સૅક્રેડ) છે પણ તુરત બીજી કડીમાં દુન્યવી (મન્ડેન) દાવાનળની સ્મૃતિસમા ભાઈઓના ઝઘડા ચેતનામાં ઝબકે છે, ત્રાટકે છે.
ત્યાં બાપુએ કામચલાઉ સમાધાન ‘સંધાણ’ કર્યાનો અછડતો અહેસાસ છે પણ એનું ઝાઝું મહત્ત્વ નથી.
રસ પડે છે – બાપુએ તે ટાણે પહેરેલો થીગડિયાળ, કરચલિયાળ કોટ જે એમાં જ કરચલિયાળ હાથવાળા દાદા પરગામતરે પહોંચ્યા તેવે હાથ ઝાલી બાપુ ઊભેલા એના અનુમાનમાં. કવિએ અવમૃત દાદાનો હાથ સાહી ઊભેલા બાપનું દૃશ્ય નિકોન કૅમેરાથી સ્ટીલફોટા રૂપે ઝીલ્યું લાગે.
પ્રસ્તુત દૃશ્યનો હાથ સાથ છોડી રચના ફલાંગ મારે છે નાયકના અજ્ઞાત ચિત્તના ગભારામાં, ગર્ભાગારમાં. અહીં ઘરબાર છોડી નાઠેલા ક્રામિયાના શરણાર્થીઓની જેમ જ નાયક પણ ઘરથી દૂર (બાલ્ટિકતટે) સૂતો છે.
પિતા માટે પણ નાયક પુત્ર પ્રશ્નાર્થી છે, વિસ્મિત છે.
‘તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા?’
અહીં સુધી તો સ્વપ્નદૃશ્યાંક્તિ વાસ્તવ ઉપલબ્ધ, પણ હવેની પદાવલિઓ અતિ–વાસ્તવપ્રદેશમાં ઊડે એ નજારા નીરખવાની ઑર મજા હૈ.
‘ભોગાવો છોડી, ભાદર ઓળંગી
રોમન બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી–’
કાસદ રૂપે વતન કાઠિયાવાડની નદીઓ અંડોળી બાપુ રોમબુરજના કાંગરે ચડી ઠેઠ પરદેશમાં આવી લાગ્યાનું ખ્વાબ વાંચી આ લખનારને વર્ષો પૂર્વે ‘ઍન્કાઉન્ટર’માં દીઠેલી એક ચિત્રકૃતિ ઝલમલી ગઈ, છાપરા પર એક માણસ વાયોલિન વગાડી રહ્યો છે! ભૂલતો ના હોઉં તો ચિત્ર શૅગલનું હોઈ શકે. (સાચું તો સન્મિત્ર ગુલામમોહમ્મદશેખ કહી શકે).
નાયકના દાદા બાદ પિતા પણ પાછા થયા. અપરિહાર્ય કજાદનું અવતરણ એટલે બાપુની પૂંઠે દોડી આવ્યું કબ્રસ્તાન! દીકરો નિદ્રસ્થ છે તોય બાપુની પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય તેમ લાગણીવશ ચેતવે છે: ‘તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન!’
અહીં એક વળાંક નાયકની પરિવ્યાપક ચેતનાનો અણસારો કૌંસમાં દર્શાવે છે: (‘દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?’)
આ પંક્તિની આંગળી છોડી છટકું છું અને ઊડી જાઉં છું બર્ગમનની અમર સિનેકૃતિ ‘વાઇલ્ડ સ્ટ્રોબેરી’ના એક સીન નજીક; જ્યાં મુખ્ય પાત્ર, દોડતી ઘોડાગાડીમાંથી ભોંય પર પડેલા કૉફિનમાં સૂતેલી લાશનું મોં જુએ છે – જે મોં એનું પોતાનું છે!
રચનાનો બીજો અંક.
અમે નાયકની પારિવારિક પીડાનાં પ્રેતો કટાણાની જેમ ધૂણી ઊતર્યાં છે: ‘અને પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ (શું ઝઘડો હજુ પત્યો નથી?’
ભાગતાં ભૂતો જેવા પરિજનોના ઝઘડાને ખાનદાન નાયકે બે કૌંસ વચ્ચે સવિવેક પતાવી દીધો!
ત્રીજો વળાંક:
નાયકનો ખાટલો તો બાલ્ટિક કિનારે પણ ત્યાંય શાશ્વત વત્સલા યા લાકડીને ટેકે ક્ષિતિજને શેઢે મોતિયાસોતી આવી પૂગે છે; અને સ્વપ્નગર્ભે શિશુરૂપ નાયક મૂક આક્રન્દ સાથે ખરી પડેલા શૈશવની, જનની આગળ જાણે ફરિયાદ કરે છે:
‘મા, મનેય ભળાતું નથી
હમણાં લગી હાથમાં હતું
તે બાળપણ અહીં જ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.’
હમણાં લગી હાથમાં હતું એ શૈશવ પર્ણતારકની જેમ ખાટલા હેઠે ખરી પડે એનો કરુણ વસવસો કેવો હોય? નાયકનો અનુભવ ‘ના–ભળાતું’ હોવાથી અન્ધ તમિસ્ર નર્કયાતનાની યાદ આપે!
અહીં કૃતિપ્રભાવ સમક્ષ કલમ સ્તબ્ધ.
શેખની ‘અથવા’ સંગ્રહ પછીના ‘અને’ની આ સ્વપ્ન શિલ્પ રચના મારી કલમને ડહાપણની દાઢ ફૂટી હોય એમ – ૧૭૯૭માં જન્મેલા મિસ્ટીક સર્જક વિલિયમ બ્લૅકની પંક્તિઓ પાસે તાણી ગઈ તે પેશ કરું:
‘My mother groaned, my father wept,
Into the dangerous world I leapt;
Herpless, naked, piping loud,
like a fiend hid in a cloud.’
(Ib. `Infant Sorrow’)
– શેખ ‘ફીન્ડ’ નહીં, મારી નજરના હેતભીના ફ્રેન્ડ છે. ‘અથવા’ વિશે લખેલું તે આજેય સાચું છે, ચિત્રકલાકાર શેખ વિશે. બ્રિટિશ કળાકાર ટોની સ્ટબ્લિંગે કહેલું તે ગુલામ–મોહમ્મદ અનુષંગે આજે પણ અર્થપૂર્ણ છે: ‘એ પિક્યર ઇઝ એ વૉઇસલેસ પોએમ, પોએમ ઇઝ એ વોકલ પિક્સર…’
પરંતુ આંતર પ્રતીતિસભર કેફિયત તો પરિશિષ્ટ-રમાં ‘પહેલાં અને હમણાં’ લેખમાં છે: ‘નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડું: સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે…’
…વસ્તુધર્મી, આયાતી પાઠ મોળા લાગે છે. અહીં જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે.
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}

Revision as of 00:53, 17 October 2021

સ્વપ્નમાં પિતા

ગુલામમોહમ્મદ શેખ

બાપુ, ગઈ કાલે તમે ફરી દેખાયા
ઘરથી હજારો જોજન દૂર અહીં બાલિકના કિનારે
હું સૂતો છું ત્યાં
તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં.
ભાઈઓના ઝઘડામાં સંઘાણ કર્યું
ત્યારે પહેર્યો હતો તે જ થીગડિયાળ, કરચલિયાળ કોટ,
દાદા ગયા ત્યારેય આમ જ ઊભા હશો
એકલ દાદાનો કરચલિયાળ હાથ ઝાલી.
તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા?
ભોગાવો છોડી, ભાદર ઓળંગી
રોમન બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી—
તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન!
(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)
અને પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ
(શું ઝઘડ્યો હજુ પત્યો નથી?)
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.
મા, મનય ભળાતું નથી
હમણાં લગી હાથમાં હતું
તે બાળપણ અહીં જ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.

આસ્વાદ: ગુલામમોહમ્મદ શેખનું પ્રભાવક પિતૃ–સ્વપ્ન સ્તવન… – રાધેશ્યામ શર્મા

બાપુ, દાદા, ભાઈઓ, મા સરીખાં પારિવારિક પાત્રોને દૂ…૨ વિદેશ ભોમકામાં સ્વપ્નના કૅનવાસ પર શબ્દ રેખાંકિત કરતી આ કૃતિ અસામાન્ય છે, રે’અર છે. ગદ્યનો, અછાંદસનો મિજાજ આત્મલક્ષી લયમાં અનુસ્યૂત થયેલો અનુભવાયો, અહીં.

કાવ્યનાયક ઘેર નથી, હજારો જોજન દૂર અજાણી ભૂમિમાં છેક બાલ્ટિકના કિનારે સૂતો છે ત્યાં ‘સ્વપ્નમાં પિતા’ને ફરી વાર ખાટલે આવી ઊભેલા સં–ભાળે છે.

કાવ્યારમ્ભે જ રજૂ થયેલું દૃશ્ય સ્વપ્નવિસ્મયથી અથવા વિસ્મયસ્વપ્નથી પરિપ્લાવિત છે.

પિતાનું ઓચિંતું આગમન શુચિર્ભૂત (સૅક્રેડ) છે પણ તુરત બીજી કડીમાં દુન્યવી (મન્ડેન) દાવાનળની સ્મૃતિસમા ભાઈઓના ઝઘડા ચેતનામાં ઝબકે છે, ત્રાટકે છે.

ત્યાં બાપુએ કામચલાઉ સમાધાન ‘સંધાણ’ કર્યાનો અછડતો અહેસાસ છે પણ એનું ઝાઝું મહત્ત્વ નથી.

રસ પડે છે – બાપુએ તે ટાણે પહેરેલો થીગડિયાળ, કરચલિયાળ કોટ જે એમાં જ કરચલિયાળ હાથવાળા દાદા પરગામતરે પહોંચ્યા તેવે હાથ ઝાલી બાપુ ઊભેલા એના અનુમાનમાં. કવિએ અવમૃત દાદાનો હાથ સાહી ઊભેલા બાપનું દૃશ્ય નિકોન કૅમેરાથી સ્ટીલફોટા રૂપે ઝીલ્યું લાગે.

પ્રસ્તુત દૃશ્યનો હાથ સાથ છોડી રચના ફલાંગ મારે છે નાયકના અજ્ઞાત ચિત્તના ગભારામાં, ગર્ભાગારમાં. અહીં ઘરબાર છોડી નાઠેલા ક્રામિયાના શરણાર્થીઓની જેમ જ નાયક પણ ઘરથી દૂર (બાલ્ટિકતટે) સૂતો છે.

પિતા માટે પણ નાયક પુત્ર પ્રશ્નાર્થી છે, વિસ્મિત છે.

‘તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના શરણાર્થીઓ જોડે અહીં વસ્યા?’

અહીં સુધી તો સ્વપ્નદૃશ્યાંક્તિ વાસ્તવ ઉપલબ્ધ, પણ હવેની પદાવલિઓ અતિ–વાસ્તવપ્રદેશમાં ઊડે એ નજારા નીરખવાની ઑર મજા હૈ.

‘ભોગાવો છોડી, ભાદર ઓળંગી રોમન બુરજના કાંગરા ચડી ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી–’

કાસદ રૂપે વતન કાઠિયાવાડની નદીઓ અંડોળી બાપુ રોમબુરજના કાંગરે ચડી ઠેઠ પરદેશમાં આવી લાગ્યાનું ખ્વાબ વાંચી આ લખનારને વર્ષો પૂર્વે ‘ઍન્કાઉન્ટર’માં દીઠેલી એક ચિત્રકૃતિ ઝલમલી ગઈ, છાપરા પર એક માણસ વાયોલિન વગાડી રહ્યો છે! ભૂલતો ના હોઉં તો ચિત્ર શૅગલનું હોઈ શકે. (સાચું તો સન્મિત્ર ગુલામમોહમ્મદશેખ કહી શકે).

નાયકના દાદા બાદ પિતા પણ પાછા થયા. અપરિહાર્ય કજાદનું અવતરણ એટલે બાપુની પૂંઠે દોડી આવ્યું કબ્રસ્તાન! દીકરો નિદ્રસ્થ છે તોય બાપુની પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય તેમ લાગણીવશ ચેતવે છે: ‘તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન!’

અહીં એક વળાંક નાયકની પરિવ્યાપક ચેતનાનો અણસારો કૌંસમાં દર્શાવે છે: (‘દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?’)

આ પંક્તિની આંગળી છોડી છટકું છું અને ઊડી જાઉં છું બર્ગમનની અમર સિનેકૃતિ ‘વાઇલ્ડ સ્ટ્રોબેરી’ના એક સીન નજીક; જ્યાં મુખ્ય પાત્ર, દોડતી ઘોડાગાડીમાંથી ભોંય પર પડેલા કૉફિનમાં સૂતેલી લાશનું મોં જુએ છે – જે મોં એનું પોતાનું છે!

રચનાનો બીજો અંક.

અમે નાયકની પારિવારિક પીડાનાં પ્રેતો કટાણાની જેમ ધૂણી ઊતર્યાં છે: ‘અને પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ (શું ઝઘડો હજુ પત્યો નથી?’

ભાગતાં ભૂતો જેવા પરિજનોના ઝઘડાને ખાનદાન નાયકે બે કૌંસ વચ્ચે સવિવેક પતાવી દીધો!

ત્રીજો વળાંક:

નાયકનો ખાટલો તો બાલ્ટિક કિનારે પણ ત્યાંય શાશ્વત વત્સલા યા લાકડીને ટેકે ક્ષિતિજને શેઢે મોતિયાસોતી આવી પૂગે છે; અને સ્વપ્નગર્ભે શિશુરૂપ નાયક મૂક આક્રન્દ સાથે ખરી પડેલા શૈશવની, જનની આગળ જાણે ફરિયાદ કરે છે:

‘મા, મનેય ભળાતું નથી હમણાં લગી હાથમાં હતું તે બાળપણ અહીં જ ક્યાંક ખાટલા નીચે ખરી પડ્યું છે.’

હમણાં લગી હાથમાં હતું એ શૈશવ પર્ણતારકની જેમ ખાટલા હેઠે ખરી પડે એનો કરુણ વસવસો કેવો હોય? નાયકનો અનુભવ ‘ના–ભળાતું’ હોવાથી અન્ધ તમિસ્ર નર્કયાતનાની યાદ આપે!

અહીં કૃતિપ્રભાવ સમક્ષ કલમ સ્તબ્ધ.

શેખની ‘અથવા’ સંગ્રહ પછીના ‘અને’ની આ સ્વપ્ન શિલ્પ રચના મારી કલમને ડહાપણની દાઢ ફૂટી હોય એમ – ૧૭૯૭માં જન્મેલા મિસ્ટીક સર્જક વિલિયમ બ્લૅકની પંક્તિઓ પાસે તાણી ગઈ તે પેશ કરું:

‘My mother groaned, my father wept, Into the dangerous world I leapt; Herpless, naked, piping loud, like a fiend hid in a cloud.’

(Ib. `Infant Sorrow’)

– શેખ ‘ફીન્ડ’ નહીં, મારી નજરના હેતભીના ફ્રેન્ડ છે. ‘અથવા’ વિશે લખેલું તે આજેય સાચું છે, ચિત્રકલાકાર શેખ વિશે. બ્રિટિશ કળાકાર ટોની સ્ટબ્લિંગે કહેલું તે ગુલામ–મોહમ્મદ અનુષંગે આજે પણ અર્થપૂર્ણ છે: ‘એ પિક્યર ઇઝ એ વૉઇસલેસ પોએમ, પોએમ ઇઝ એ વોકલ પિક્સર…’

પરંતુ આંતર પ્રતીતિસભર કેફિયત તો પરિશિષ્ટ-રમાં ‘પહેલાં અને હમણાં’ લેખમાં છે: ‘નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડું: સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે…’

…વસ્તુધર્મી, આયાતી પાઠ મોળા લાગે છે. અહીં જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે. (રચનાને રસ્તે)