અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
<center>&#9724;
<center>&#9724;
<br>
<br>
{{HeaderNav2
|next = ઊંટ કહે
}}

Latest revision as of 07:45, 19 October 2021


એક શરણાઈવાળો

દલપતરામ



મનહર છંદ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.



કાવ્યપઠન • વિનોદ જોશી