અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/આતમરામને: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
રામનારાયણ વિ. પાઠક `શેષ' • આતમરામને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | રામનારાયણ વિ. પાઠક `શેષ' • આતમરામને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | ||
{{HeaderNav2 | |||
|previous = વૈશાખનો બપોર | |||
|next = પાંદડું પરદેશી | |||
}} |
Latest revision as of 07:46, 20 October 2021
રામનારાયણ વિ. પાઠક 'શેષ'
(ભજનના ઢાળે)
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!
આ તે આવે છે તૂફાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન
મારાં સૂનાં છે સુકાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
મારા મૂળગાય દામ!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારો તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!
(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)
રામનારાયણ વિ. પાઠક `શેષ' • આતમરામને • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ