અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/ખપના દિલાસા શા?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૬૦)}} | {{Right|(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૬૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આ લીલા લીલા લીમડા તળે... | |||
|next = સદ્ ભાવના | |||
}} |
Revision as of 10:26, 20 October 2021
ખપના દિલાસા શા?
પતીલ
જતાં મદફન તરફ ઘરની બજવવાં ઢોલતાસાં શાં?
બજવવાં ઢોલતાસાં શાં? ઊજવવા આ તમાશા શા?
થતાં પ્હેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,
કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?
ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને,
પછીથી નાખવા તેને ઉપર શતરંજ પાસા શા?
બીજાને કાજ તો એકે હતો હરગિજ મુકાયો ના—
કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?
દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?
ન આપ્યો પ્રેમ તો મુજને — હવે ખપના દિલાસા શા?
(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૬૦)