અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બીડમાં સાંજવેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બીડમાં-સાંજવેળા-આશાવાદન/ આસ્વાદ: આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા] | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બીડમાં-સાંજવેળા-આશાવાદન/ આસ્વાદ: આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પીંછું | |||
|next = બળતાં પાણી | |||
}} |
Latest revision as of 12:41, 20 October 2021
બીડમાં સાંજવેળા
ઉમાશંકર જોશી
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી—અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન—વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩