અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/માનવીનું-હૈયું-હૈયાનો-સ્/ આસ્વાદ: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ] | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/માનવીનું-હૈયું-હૈયાનો-સ્/ આસ્વાદ: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગીત ગોત્યું ગોત્યું | |||
|next = સદ્ગત મોટાભાઈ | |||
}} |
Latest revision as of 12:43, 20 October 2021
માનવીનું હૈયું
ઉમાશંકર જોશી
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭