અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /વાંભ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(ચિરવિરહ, પૃ. ૨૭)}} | {{Right|(ચિરવિરહ, પૃ. ૨૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /દુઃખની ધરતીના અમે છોડવા | દુઃખની ધરતીના અમે છોડવા ]] | દુઃખની ધરતીના અમે છોડવા]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રબોધ ભટ્ટ/ફરી વતનમાં | ફરી વતનમાં]] | જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં, જૂની સરોવર-પાળ ]] | |||
}} |
Latest revision as of 07:53, 21 October 2021
વાંભ
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
જ્યારે વાંભ દે મારો પ્રાણ
ત્યારે ગામની ગાયો દોડતી આવે,
આતમને એંધાણ. — જ્યારે.
વાંકડાં શિંગ ને આંખડી માંડી,
ફરકે પૂંછ ને કાન,
જીભ ચાટે મને આપતી ઊંડા
નેહ તણાં પરમાણ! — જ્યારે.
દોડતાં વાછરું, નાચે બદૂડાં,
તેડું છાતી સમાણ,
આવડાં હેત દે યાદ, મને શી
જીવ્યા કેરી લ્હાણ! — જ્યારે.
સીમમાં સાંજના સોનલા વામાં
ડોલતાં ઝાડ ને પાન,
‘જાઉં છું’ કહેતો કેમ ઊભો રહ્યો
ડુંગરો ઓલો ભાણ? — જ્યારે.
દુનિયા મને મારી જ લાગે.
સામસામી છ પિછાણ;
પુરધેનુ લઈ જાઉં હાલ્યો,
લોક વચ્ચે પરિયાણ! — જ્યારે.
(ચિરવિરહ, પૃ. ૨૭)