અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/વાયરા (તારો છેડલો તે માથે): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 25: Line 25:
{{Right|(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)}}
{{Right|(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના… | મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…]]  | મારે આંગણિયે મંજરીઓ મહોરી ના… ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત ઘાયલ/ગઝલ (અમે ધારી નહોતી એવી ...) | ગઝલ (અમે ધારી નહોતી એવી ...)]]  | અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી ]]
}}

Revision as of 08:44, 21 October 2021


વાયરા (તારો છેડલો તે માથે)

નંદકુમાર પાઠક

તારો છેડલો તે માથે રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી વેણીની મ્હૅક જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.
         અંગારા વેરતો તડકાનો તોર કૈં,
         અંગારા ઝીલતો આંખોનો તોર કૈં;

તારી આંખો અધૂકડી રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી નજર્યુંનાં નીર જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

ઊના એ વાયરાને પાલવમાં પૂર ના,
         ઊછળતા ઓરતા છે ઊના રે ઉરના;
                  તારા હૈયા પર હાથ અલી રાખ ને જરા
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

         તારા હૈયાનાં હીર જાશે ઊડી હો
         આ તો ચૈતર વૈશાખના વાયરા.

(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)