અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/હું જાણું —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.
નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = મધુર નમણા ચહેરા
|next =આ રસ્તાઓ
}}

Revision as of 10:22, 21 October 2021

{SetTitle}}

હું જાણું —

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

હું જાણું: જન્મ્યા કે મરણ સમું કૈં નક્કી ન બીજું,
મનુષ્યે વ્હાલાંના મરણ થકી ટેવાવું જ રહ્યું;
બને તો મૃત્યુને શિવ – વર – કહી ગાવુંય રહ્યું:
પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું!
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહીં થકી
જતું ધોરી રસ્તે જીવન તણી ખાંધે ચડી ચડી.
— (અને જોવા જેવી બીજી ચીજ અહીં છેય કઈ તે?)
બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલ્સૂફ બની.

પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિચચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું — અમ ગેહે જ? વસમું.
છયે કોઠે જીતી ફિલસૂફી અહીં સપ્તમ ગઢે
જતી હારી; હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શય્યા સ્મૃતિ શરની – દેશો ન ઠપકો,
નિરાંતે ઓ મારાં નયન, અહીં એકાંત – ટપકો.