અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હરી ગયો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(છંદોલય, પૃ. ૯૨)}}
{{Right|(છંદોલય, પૃ. ૯૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઘડીક સંગ
|next = આષાઢ આયો
}}

Latest revision as of 12:00, 21 October 2021

હરી ગયો

નિરંજન ભગત

                           હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
         હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
         મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
         એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ
મીઠું?
         રે હસવું કે રોવું?

ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
                           હરિવર મુજને હરી ગયો!

(છંદોલય, પૃ. ૯૨)