અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/ઝાકળ ઝાકળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાકળ ઝાકળ|મુકુન્દ પરીખ}} <poem> {{Center|'''(૧)'''}} જલ-પરીને આવ્યું સમણું...")
 
No edit summary
 
Line 54: Line 54:
{{Right|કવિલોક, સપ્ટે.-ઑક્ટો}}
{{Right|કવિલોક, સપ્ટે.-ઑક્ટો}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/અક્ષર | અક્ષર]]  | એ ક્ષણ આ ક્ષણ અને પેલ્લી અક્ષર લઈને આવે ક્ષણ.]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/તડકો  | તડકો ]]  | તગ તગ તગતો તડકો...  ]]
}}

Latest revision as of 11:41, 22 October 2021

ઝાકળ ઝાકળ

મુકુન્દ પરીખ

(૧)


જલ-પરીને
આવ્યું સમણું
ધરતીએ અવતરવાનું!
એણે
વાત કરી પવનને...
‘એમાં શું?
પરોઢે આવજે મારી સાથે!’
બસ,
પછી તો
પરી ને પવન
ક્રીડાએ લીન!
રમતા ઝાકળ ઝાકળ
ને
મઘમઘતો
મોગરો
રોજ ફોરે
મારા આંગણ...

(૨)


પ્રભાતે
ઊઠે
વહેલાં મા...
નાહીધોઈ
તુલસીક્યારે
પ્રગટાવે દીવા
ને પ્રેમે
ઝારીનાં જળ સીંચે!
સવારે પતાવી પ્રાતઃકર્મ
નીકળું લટારે
ને થોભી સહજ
નીરખતો
તુલસીક્યારો!
માના હેતભીનો...
અનુભવાય અકથ્ય અચરજ!
માનાં ઝારીનાં જળ
તુલસી પર્ણે
તગ તગ ઝાકળ!
સાવ ભોળી મા!
કો’ક વાર તો
અમને અર્પો
તુલસીપત્ર જેવા
તગ તગ ઝાકળ...!

(૩)


ઝાકળજળ
બહુ મીઠાં
પરોઢ પહેલાં
ઝબકી જાગે
પુષ્પ
તૃણ
ને વેલા...
કવિલોક, સપ્ટે.-ઑક્ટો