અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`નાદાન'/માગ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માગ્યું|નાદાન}} <poem> વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું;...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૬૨)}}
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૬૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/સહી નથી | સહી નથી]]  | મજહબની એટલે તો ઇમારત બળી નથી ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત ત્રિવેદી/ગીત મને કોઈ ગોતી આપો  | ગીત મને કોઈ ગોતી આપો ]]  | મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.  ]]
}}

Latest revision as of 12:11, 22 October 2021


માગ્યું

નાદાન

વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું;
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું.
યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું;
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું.
બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું;
વિના સંકોચ જે દેખાય તે અંત :કરણ માગ્યું.
પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું;
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું.
જગત આ હો, અગર જન્નત, અગર દોજખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું.
પછી સોઽહમ્ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું.
અમે `નાદાન' રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૬૨)