અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમર' પાલનપુરી/અમર હમણાં જ સૂતો છે…: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
::::::::::સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. | ::::::::::સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ બા. દવે /પછી | પછી]] | સ્વસ્થ આકાશમાંથી સરતો નથી અન્ય કોઈ અવાજ, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મેઘનાદ હ. ભટ્ટ /‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’ | ‘થૅન્કિન્ગ યુ, યૉર્સ ફેઇથફુલી’ ]] | અંધેરીથી ચર્ચગેટ સુધી જીવવાનો પાસ ]] | |||
}} |
Latest revision as of 12:52, 22 October 2021
`અમર' પાલનપુરી
પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.