અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ|શ્રીકાન્ત શાહ}} <poem> એક વખત બસ! આખ્ખેઆ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{Right|પરબ, મે ૨૦૧૪}} | {{Right|પરબ, મે ૨૦૧૪}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/વડવાગોળો | વડવાગોળો]] | સવાર મૂંગો સન્નાટો નદીમાં વહી રહે છે. ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/દૃશ્ય | દૃશ્ય]] | ધૂળે રંગી કેડી અને અજાણી ધરતી ]] | |||
}} |
Latest revision as of 09:19, 23 October 2021
એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ
શ્રીકાન્ત શાહ
એક વખત બસ! આખ્ખેઆખ્ખા દિવસને લઈ
મુઠ્ઠીમાં હું...
તને કહું કે ચાલ! આપણે સૂરજ થઈને
તડકો થઈને
વહેતા વહેતા
એકબીજાના ઝાંખા-પાંખા ઘરડા ચહેરે
એકબીજાને ઝળહળ-ઝળહળ લીંપી દઈએ.
બોખું બોખું સાવ અમસ્તું હસતાં હસતાં
ભીંજી જઈએ
રીઝી જઈએ.
એક વખત બસ! થોડાં આંસુ, થોડાં ડૂસકાં, થોડા ટહુકા
થોડા થોડા એકબીજાના છણકા-મણકા
થોડી ચણભણ
થોડી અનબન
થોડી થોડી ઉજાગરાની કલબલ-કલબલ
થોડા થોડા હિસ્સા-કિસ્સા
થોડા મારા... થોડા તારા એકલદોકલ શ્વાસો લઈને
થોડી તું ને થોડો હું ને થોડું થોડું
મરક મરકતું ઘર ને થોડો
અડસટ્ટો અસબાબ અને આ
ચડ્યા-ઊતર્યા ખૂણે પડેલા જોડા.
એક વખત બસ! એક વખત તો...
ચાલ આપણે...
થોડા થોડા એકબીજામાં જીવી લીધાના
સરવાળા લઈ...
ખાલીપાના ખૂણે પડેલા
ખાલીપાને...
માલીપાથી ભરીએ.
પરબ, મે ૨૦૧૪