અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/અડધો ઊંઘે અડધો જાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અડધો ઊંઘે અડધો જાગે|મનહર મોદી}} <poem> અડધો ઊંઘે અડધો જાગે; એ મા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(૧૧ દરિયા, ૧૯૮૬, પૃ. ૮)}} | {{Right|(૧૧ દરિયા, ૧૯૮૬, પૃ. ૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુણવંત શાહ/અગિયારથી પાંચ | અગિયારથી પાંચ]] | કાગળોના કબરસ્તાન જેવી મારી ઑફિસમાં... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/જાગ ને જાદવા | જાગ ને જાદવા]] | તેજને તાગવા, જાગ ને જાદવા, ]] | |||
}} |
Latest revision as of 09:27, 23 October 2021
અડધો ઊંઘે અડધો જાગે
મનહર મોદી
અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.
એ જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.
આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!
બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?
આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ માગે.
એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.
હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો ક્હે છે : આગે આગે.
(૧૧ દરિયા, ૧૯૮૬, પૃ. ૮)