અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર મોદી/જાગ ને જાદવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જાગ ને જાદવા|મનહર મોદી}} <poem> તેજને તાગવા, જાગ ને જાદવા, આભને મ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(મનહર અને મોદી, ૧૯૯૮, પૃ. ૬૫)}}
{{Right|(મનહર અને મોદી, ૧૯૯૮, પૃ. ૬૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =અડધો ઊંઘે અડધો જાગે
|next =જીવી શકું હું કઈ રીતે…
}}

Latest revision as of 09:28, 23 October 2021


જાગ ને જાદવા

મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા,
આભને માપવા, જાગ ને જાદવા.
એક પર એક બસ આવતા ને જતા,
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા.
આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના,
ભેદ એ પામવા, જાગ ને જાદવા.
શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે,
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા.
ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું,
એટલું જાગવા, જાગ ને જાદવા.
આપણે આપણું હોય એથી વધુ,
અન્યને આપવા, જાગ ને જાદવા.
હું નથી, હું નથી, એમ જાણ્યા પછી,
આવવા ને જવા, જાગ ને જાદવા.
(મનહર અને મોદી, ૧૯૯૮, પૃ. ૬૫)