અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/જળમાં લખવાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જળમાં લખવાં|હરિકૃષ્ણ પાઠક}} <poem> ઊણાં-અધૂરાં મેલી કામ, ભાઈ મા...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(સૂરજ કદાચ ઊગે, ૧૯૭૪, પૃ. ૧૬)}}
{{Right|(સૂરજ કદાચ ઊગે, ૧૯૭૪, પૃ. ૧૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =જળના પડઘા પડ્યા કરે
|next =ટેકરી
}}

Latest revision as of 10:09, 23 October 2021


જળમાં લખવાં

હરિકૃષ્ણ પાઠક

ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.

આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખાવતી નજરુંના દીવડે
આંજવાં તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.

ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે.
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
(સૂરજ કદાચ ઊગે, ૧૯૭૪, પૃ. ૧૬)