અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ખાલી મ્યાન જેવું|‘અદમ’ ટંકારવી}} <poem> સ્મરણ લીલું કપૂરી પાન...")
 
No edit summary
 
Line 22: Line 22:
અમારું હોવું ખાલી મ્લાન જેવું
અમારું હોવું ખાલી મ્લાન જેવું
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/અમે ન્યાલ થઈ ગયા | અમે ન્યાલ થઈ ગયા]]  | લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ભાષાભવન | ભાષાભવન]]  | એના પાયામાં પડી બારાખડી  ]]
}}

Latest revision as of 11:40, 23 October 2021


ખાલી મ્યાન જેવું

‘અદમ’ ટંકારવી

સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું

ઉરાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું

ઉઘાડી આંખ છે ને દૃશ્ય ગાયબ
સહજમાં થઈગયું છે ધ્યાન જેવું

ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત પણ તે દાન જેવું

હતું એ સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉ તો કંતાન જેવું

અદમ, આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્લાન જેવું