અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/ક્યાંક ઝરણાંની ઉદાસી…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}} | {{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /લૅબું લ્હૅકઅ સ | લૅબું લ્હૅકઅ સ]] | મારી લીલી વાડીનું લૅબું ’લ્યા, લૅબું લ્હૅકઅ સ!]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/દરવાજો ખોલ | દરવાજો ખોલ]] | અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ, } ]] | |||
}} |
Latest revision as of 12:23, 23 October 2021
ક્યાંક ઝરણાંની ઉદાસી…
શ્યામ સાધુ
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે!
પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે?
આવ મારા રેશમી દિવસોનાં કારણ,
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે!
ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)