અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /લૅબું લ્હૅકઅ સ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લૅબું લ્હૅકઅ સ

પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’

મારી લીલી વાડીનું લૅબું ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
એક હીરા-મૉણેકનું લૅબું ’લ્યા,           લૅબું લ્હૅકઅ સ!
ઇંનો સોના-રૂપાનો ક્યારો ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
ઇંનં પાયેલી દૂધમલ ધારો ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
એક લાખ બે લાખનો છોડઅ ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
ઇંનં કીધો જા’ વેલ્ય શો ગોડઅ ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
એ તો વાયરના વાદ લઈ બ્હૅક્યું ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
એ તો અંતરથી ઝાઝું મ્હૅક્યું ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
ઇંનં સોળે કળાયેલ જોયું ’લ્યા,           લૅબું લ્હૅકઅ સ!
કાંઈ વાટે જનારુંય મોહ્યું ’લ્યા,           લૅબું લ્હૅકઅ સ!
હગી માનો જણેલ જૉણે જોયો ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
એવો શૉમરથ મેલ્યો ટોયો ’લ્યા,           લૅબું લ્હૅકઅ સ!
ઇંનં ચૂંટનારો કુણ ભાથી? ’લ્યા,           લૅબું લ્હૅકઅ સ!
મુખ મૈય્‌ડ્યું નણદલબા શાથી? ’લ્યા,          લૅબું લ્હૅકઅ સ!
(મથામણ, ૧૯૮૪, પૃ. ૧૭)