અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ખરી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૧૭)}} | {{Right|(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૧૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતા રામૈયા/પહેલે વરસાદે, રાજ… | પહેલે વરસાદે, રાજ… ]] | પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સુરેશ જોષીનેઃ એક સરરિયાલિસ્ટનું સંબોધન | સુરેશ જોષીનેઃ એક સરરિયાલિસ્ટનું સંબોધન ]] | સમુદ્ર ઉછાળનાર, કાફલા ડુબાવનાર ]] | |||
}} |
Latest revision as of 12:26, 23 October 2021
મૃત્યુ — એક સરરિયાલિસ્ટ અનુભવ
સિતાંશુ યશશ્ચંદ્ર
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ.
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં? ક્યાં? ક્યાં? ક્યાં?
ખરી પછાડી, પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૧૭)