અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૨. મુલાકાત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વખાર : ૨. મુલાકાત|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> આ અમારાં ઘરાં સાયે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
પીપળા પાછળ દેખાય છે, એ જ; છે ને તોતિંગ, સાયેબ? | પીપળા પાછળ દેખાય છે, એ જ; છે ને તોતિંગ, સાયેબ? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =વખાર : ૧. ફરિયાદ | |||
|next = વખાર : ૩. વખારમાં નજર | |||
}} |
Latest revision as of 12:46, 23 October 2021
સિતાંશુ યશશ્ચંદ્ર
આ અમારાં ઘરાં સાયેબ, જે ગણો તે.
વાયર? ના સાયેબ! હોય? વીજચોરીના વાયર નથી, સાયેબ.
લટકે છે ખરા, પણ એ તો જીઈબીવારાઓએ ઐસે જ નોંખી
આલ્યા’તા, સા’બ.
બે સાલ પહેલોં. ત્યારના એમનેમ છે, સા’બ.
હેં? ના-ના, ઇયાદ કેમ નથી? ઇયાદ છેઃ ચૂંટણી પે’લાં આપે જ નખાઈ આલ્યા’તા; ઇયાદ છે, નાંમદાર.
ના-ના, કંઈ નઈં એ તો,કોય ક્યાં કંઈ બોલ્યું છે અંઈ? એ તો અમથી.
એ તો પેલી લખમી. એ તો એનો કિ
સોર.
કિસોરનું એ કે કિસોર ચોંટી જ્યો’તો ગઈ સાલ બાપડો, વરસ થયું,
ઓ થોંભલે.
એમોં બોલી ક ઇયાદ છે મારો કિસોર. — ના.
કંઈ મલ્યું તો નથી સુધરઈ કે જીઈબી કે કોઈ કેતોં કોઈ કને. —
નઈં લખમી?
આપ અપાવશો? — સોંભળ, ’લી લખમી, સાયેબ નાંમદાર
જાતે અલાવસે તને વળતર, સરકાર કને, સમજી?
ઓમની આય. પજે લાગ,
સાયેબ મે’રબાનકો.
ગતી રઈ એ તો. ગમાર લોકો અમારાં. મનમાં ન લાવતા. પધારો.
આગળ પધારો.
હા, એ જ વખાર.
પીપળા પાછળ દેખાય છે, એ જ; છે ને તોતિંગ, સાયેબ?