અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/બારમાસી ગઝલ (સાજન): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બારમાસી ગઝલ (સાજન)|રાજેન્દ્ર શુક્લ}} <poem> દૂર દૂર પરહરતાં સાજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 43: | Line 43: | ||
{{Right|(કોમલ રિષભ)}} | {{Right|(કોમલ રિષભ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =સભર સુરાહી | |||
|next =વ્યાકુલકથા | |||
}} |
Latest revision as of 13:02, 23 October 2021
બારમાસી ગઝલ (સાજન)
રાજેન્દ્ર શુક્લ
દૂર દૂર પરહરતાં સાજન
વરસો આમ જ સરતાં, સાજન!
કારતકના કોડીલા દિવસો—
ઊગી, આથમી, ખરતા, સાજન!
માગશરના માઝમ મ્હોલોમાં—
નેવાં ઝરમર ઝરતાં, સાજન!
પોષ શિશિરની રજાઈ ઓઢી,
અમે એક થરથરતા, સાજન!
માઘવધાવ્યા પંચમ સ્વર તો—
કાન વિષે કરકરતા, સાજન!
છાકભર્યા ફાગણના દહાડા,
હોશ અમારા હરતા, સાજન!
ચૈત્ર ચાંદની લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતાં, સાજન!
એ વૈશાખી ગોરજવેળા,
ફરીફરીને સ્મરતા, સાજન!
જેઠ મહિને વટપૂજન-વ્રત,
લોક જાગરણ કરતાં, સાજન!
આષાઢી અંધારે મનમાં—
વીજ સમાં તરવરતાં, સાજન!
શ્રાવણના સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન!
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન!
આસોનાં આંગણ સંભારે—
પગલાં કુંકુમઝરતાં, સાજન!
(કોમલ રિષભ)