અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/દૂર દખ્ખણ દેશમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દૂર દખ્ખણ દેશમાં|રાજેન્દ્ર શુક્લ}} <poem> જત જણાવાનું તને કે દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(૧૪ ઑગસ્ટ, ૧૯૭૮)}} | {{Right|(૧૪ ઑગસ્ટ, ૧૯૭૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =તું બધું જાણે, સજન! | |||
|next =સદ્ય ત્યાં પ્હોંચો તને! | |||
}} |
Latest revision as of 13:04, 23 October 2021
દૂર દખ્ખણ દેશમાં
રાજેન્દ્ર શુક્લ
જત જણાવાનું તને કે દૂર દખ્ખણ દેશમાં,
ઓતરાદા વાયરા વાતા સહજ સંદેશમાં.
પર્વતો, સાગર, વનો, ને મંદિરોની મૂર્તિમાં,
કોણ મલકે છે મધુર આ જુદા જુદા વેશમાં.
આ પરસ્પર પામવાનો શો પરમ પરચો મળે,
પારકું લાગે નહીં કોઈ મને પરદેશમાં!
કેટલા કોશો વટાવી એક પલકારે અહીં,
સ્પર્શનાં વલયો ભરે છે શ્વાસના પરિવેશમાં!
દૃશ્યની પાછળ અહો દૃશ્યાવલી, દૃશ્યાવલી,
ક્યાંય અવગુંઠન સમું કૈં યે નથી લવલેશમાં...
(૧૪ ઑગસ્ટ, ૧૯૭૮)