અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/દિવસો આવ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દિવસો આવ્યા| દિલીપ ઝવેરી}} <poem> આંબે બેઠો મોર પ્રિયાની આંગળી...")
 
No edit summary
 
Line 16: Line 16:
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કોરા કાગળ ઉપર  | કોરા કાગળ ઉપર ]]  | કોરા કાગળ ઉપર લાલ શાહીથી લખવાથી વસંત]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ધોળા બરફમાં થીજી જતાં બચવા | ધોળા બરફમાં થીજી જતાં બચવા]]  | ધોળા બરફમાં થીજી જતાં બચવા અમાપ અંતરો સુધી  ]]
}}

Latest revision as of 13:06, 26 October 2021


દિવસો આવ્યા

દિલીપ ઝવેરી

આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી, ચૂપ હસી લેવાના દિવસો આવ્યા.

ભરબપ્પોરે બોલી ર્‌હેતો કાગ
કોઈની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા.
કેસૂડાની ડાળ ડાળપે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિ :શ્વાસોથી ઊના દિવસો આવ્યા

મારે
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.